હવનઃઆ લાકડાંઓથી કરો હવન, કોઇ પણ પ્રકારની વેદના અને &દુઃખથી મળશે છૂટકારો
By Jagran Gujarati17, Jan 2023 04:18 PMgujaratijagran.com
અગ્નિઃઅગ્નિને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે, તેમાં આહુતી આપવાથી મનુષ્યના તમામ પ્રકારના પાપ, વેદના અને દુઃખ સ્વાહા થઇ જાય છે. અગ્નિમાં આપેલી કેટલીક મહત્ત્વની આહુતીઓ તમારી ઘણી સમસ્યાઓનો અંત કરી શકે છે.
આંબા વૃક્ષની લાકડીઃવહેલી સવારે આંબાની લાકડી દ્વારા અગ્નિ પ્રગટાવી હવન સામગ્રીના ભારોભાર ગૂગળ મિક્સ કરીને આ સામગ્રીને 27 વખત અગ્નિમાં આહુતી આપવાથી ઘરમાં સુખ- શાંતિ બની રહે છે. આ કાર્ય અઠવાડીયામાં એક વખત જરૂર કરો.
ઉંબરાના વૃક્ષની લાકડીઃઅઠવાડિયામાં એકવાર ઉંબરાના વૃક્ષની લાકડીઓથી અગ્નિ પ્રગટાવો, ત્યારબાદ તેમાં ચોખા અને ખાંડથી દૂધપાક બનાવી તેને અગ્નિમાં 27 વખત સમર્પિત કરો, આમ કરવાથી નિયમિત રીતે ધન પ્રાપ્તિ થશે.
ખેર(કાથો)ની લાકડીઃજો હવન સામગ્રીની ભારોભાર ગુગળ મિક્સ કરવામાં આવે, સાંજના સમયમાં ખેરની લાકડી પર અગ્નિ પ્રગટાવવામાં આવે અને 27 વખત આહુતી આપવામાં આવે તો દેવામાંથી મુક્તિ મળે છે. આ કાર્ય 15 દિવસમાં એકવાર કરો.
પીપળાના વૃક્ષની લાકડીઃગુરુવારના દિવસે વહેલી સવારે પીપળના વૃક્ષની લાકડીઓ દ્વારા અગ્નિ પ્રગટાવો, ત્યારબાદ પીળી સરસવ દ્વારા તમારા ઉંમરની ગણતરી કરી આહુતી આપો. આ કાર્ય કરવાથી તમારા લગ્ન થઇ જશે. લગ્ન સમય સુધી દર ગુરુવારે આ કરો.