ખીચું એક એવી રેસીપી છે જે તમે હલકા નાસ્તા તરીકે ખાઈ શકો છો અથવા એમાંથી પાપડ કે સેવ બનાવી સૂકવીને તળીને ખાઈ શકાય છે, આ ખીચું ખાવામાં ખૂબ ટેસ્ટી ઘરે બનાવવું એકદમ સરળ છે, ચાલો જાણીએ.
ચોખાનો લોટ 1 કપ, આદુનો ટુકડો, 1-2 મરચાની પેસ્ટ, જીરું 1 ચમચી, અજમો ½ ચમચી, હિંગ 1 ચપટી, સફેદ તલ 2 ચમચી, સ્વાદ મુજબ મીઠું,લસણની પેસ્ટ 1 ચમચી,પાઉંભાજી મસાલો 1 ચમચી,તેલ જરૂર મુજબ,લાલ મરચું પાઉડર જરૂર મુજબ, સમારેલ કોથમરી 2-3 ચમચી,આચાર મસાલો જરૂર મુજબ, વગેરે.
ખીચું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ કપ પાણી ગરમ કરો અને તેમાં જીરું, અજમાને હાથથી મસળીને નાખો સાથે આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, સફેદ તેલ નાંખી મિક્સ કરોને ઢાંકીને બે ત્રણ મિનિટ ઉકાળો.
હવે તેમાં થોડો થોડો ચોખાનો લોટ નાખીને મિક્સ કરી ઢાંકીને 5-7 મિનિટ સુધી ધીમા ગેસ પર પકાવો.
7 મિનિટ પછી ગેસ બંધ કરીને ઢાંકીને 2 મિનિટ સુધી એક બાજુ પર મૂકો.
હવે ઉપર તેલ, તલ, કોથમરી, લાલ મરચું પાઉડર અથવા આચાર મસાલો છાંટીને ગાર્નિશ કરો.
આપણી ખીચું રેસીપી તૈયાર થઈ ગઈ છે હવે તમે ગરમા-ગરમ કે ઠંડુ થયા પછી સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.