મેથીની ક્રિસ્પી અને ટેસ્ટી ખારી રેસીપીને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો, આ રેસીપી તમે ઘરે અજમાવી શકો છો, નોંધી લો આ સરળ રીત.
1 કપ મેંદાનો લોટ, 2 કપ ઘઉંનો લોટ, 1 કપ પાણી, 2 ચમચી કસૂરી મેથી, 1 ચમચી સેકેલ જીરાનો પાવડર, 1/2 ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર.
એક બાઉલમાં લોટ, તેલ, જીરું, કસૂરી મેથી, મીઠું નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં પાણી નાખી લોટ બાંધીને 10-15 મિનિટ માટે સેટ થવા દો પછી તેમાં થોડું તેલ એડ કરીને સારી રીતે લોટને મસળી લો.
હવે તેને બંને સાઈડ થી વાળીને તેને લંબચોરસ વણીને 1 સાઈડ થી વાળી લેવાનું પાછું તેને વાળવાનું આવી રીતે 3 વાર વાળવાનું છે.
હવે તેને વચ્ચે થી કાપી લો પછી તેને અલગ અલગ લંબચોરસ વણીને કાપીને તેને મીડીયમ ફ્લેમ પર કડાઈમાં તેલ ગરમ કરીને તળી લો.
તૈયાર છે મસ્ત પડવાળી ક્રિસ્પી ખારી, તમે તેને સવારે ચા સાથે નાસ્તામાં સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.