10 આખા લસણના ગાંઠિયા, કોથમરી, 4 ટામેટાંની ગ્રેવી, 4 ડુંગરીની ગ્રેવી, આદુ-મરચાની પેસ્ટ, 4 બટેટાની ચિપ્સ, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરૂ, 1 તજ, 2 લવિંગ, 2 બાદીયા, 2 તમાલપત્ર, 4 મીઠા લીમડાના પાન, 2 ચમચા તેલ, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણાજીરૂ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ખાંડ, 1 લીંબુનો રસ, 1 ચમચી ગરમ મસાલો વગેરે.
સૌ પ્રથમ 10 લસણના ગાંઠીયા લો અને તેના ઉપરના ફોતરા કાઢી નાખો ખાલી એક પડ રહેવા દો.
હવે પેનમા તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરું,તજ, લવિંગ, બાદીયા, તમાલપત્ર અને મીઠા લીમડાના પાન નાખો હિંગનો વધાર કરો.
હવે તેમાં ડુંગળીની ગ્રેવી નાખીને સાંતળીને ટામેટાંની ગ્રેવી નાખો અને પછી આદુ-મરચાંની પેસ્ટ નાખી પછી તેમાં બટેટાની ચિપ્સ ઉમેરો.
હવે તેમાં લસણના ગાઠિયા નાખી તેને ઢાંકીને સારી રીતે પકાવો.
એક કલાક પકાવીને પછી તેમાં લીંબુ,ખાંડ,ગરમ મસાલો ઉમેરો પછી લીલા ધાણા ગર્નિશ કરો.
આ શાકને તમે બાજરાના રોટલા સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.