લીલી ચટણી રાજકોટમાં ગોરધનભાઈની ખુબ જ ફેમસ છે, આ ચટણીને તમે વેફર, ચેવડો, સેન્ડવીચ અને ફરસાણ વગેરે સાથે સર્વ કરશો તો સરસ લાગશે.
1 નાની વાટકી સીંગદાણા, 7-8 તીખા લીલા મરચા, 1 લીંબુનો રસ અથવા લીંબુના ફૂલ જરૂર મુજબ, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી હીંગ, જરૂર મુજબ મીઠું વગેરે.
સૌ પ્રથમ લીલા મરચાને ધોઈને સાફ કરી તેને સમારી લો.
સીંગદાણા અને મરચાને મિક્સરમાં નાખીને પીસી લો.
હવે જરૂર મુજબ પાણી નાખી ક્રશ કરી લો.
તમારી લીલી ચટણી તૈયાર છે, આ ચટણી વેફર, ચેવડો, સેન્ડવીચ અને ફરસાણ સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.