ઘઉંના ફાડાની ખીચડીને દલિયા ખીચડી પણ કહેવામાં આવે છે. આ ખીચડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે અને વજન ઉતારવા માટે પણ આ ખીચડી ખાઈ શકાય છે જેને ડાયાબિટીસની તકલીફ હોય એ પણ આ ખીચડી ખાઈ શકે છે માટે આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે.
1 કપ ઘઉંના ફાડા, અડધો કપ મગની દાળ, 1 ટામેટું, 2 લીલા મરચા, 1/2 ચમચી છીણેલુ આદુ, 1 બટેકુ, અડધો કપ કોબીજ, 2 ચમચી સિંગદાણા, અડધો કપ વટાણા, 1 સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર, 4-5 લવિંગ, 2-3 ટુકડા તજ, 8 થી10 મીઠા લીમડાના પાન, 1/2ચમચી રાઈ, 1/2 ચમચી જીરૂ, 2 ચમચી ધી, 1 ચમચી તેલ, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી કોથમીર, 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરૂ.
સૌપ્રથમ ઘઉંના ફાડા,મગની દાળને બે થી ત્રણ વખત બરાબર પાણીથી ધોઈ લો અને પછી તેને અડધો કલાક પલાળી દો.
હવે બધા શાકભાજી સમારીને તૈયાર કરી લો.
હવે શાકભાજીને થોડી વાર તેલમાં ફ્રાય કરીને મીઠું,મરચું, હળદર અને ધાણાજીરું પણ ઉમેરો.
હવે તેને બરાબર મિક્સ કરીને પછી તેમાં પલાળેલી ખીચડી ઉમેરીને જરૂરિયાત મુજબનું પાણી નાખીને કુકરનું ઢાંકણું બંધ કરી દો.
ત્રણ થી ચાર સીટી વાગે પછી વરાળ નીકળી જાય એટલે કુકરને ખોલીને ચેક કરશું તો દલિયા ખીચડી તૈયાર થઈ ગઈ હશે.
હવે તમે તેને એક ડિશમાં કાઢીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.