ફરસાણવાળાની દુકાન જેવા ક્રિસ્પી મીની સમોસા બનાવવાની રીત


By Vanraj Dabhi30, Dec 2023 03:58 PMgujaratijagran.com

મીની સમોસા રેસીપી

આ સ્વાદિષ્ટ નાના સમોસા વિવિધ મસાલાઓ વડે તૈયાર કરવામાં આવે છે. તેનો ટેસ્ટી સ્વાદ મોઢામાં પાણી લાવી દે છે, તે પુરણ વડે બનાવવામાં આવે છે.

સામગ્રી

પડ માટે: 1/2 કપ મેંદાનો લોટ, મીઠું જરૂર મુજબ, 1/2 ચમચી અજમો, 2 ચમચી તેલ, 1 ચમચી ઘી.1/4 ચમચી જીરું, 1 કપ ડુંગળી, 2 કપ બટાકા, 1/2 કપ ગાજર, 1/2 કપ વટાણા,1/2 ચમચી ગરમ મસાલો,1/2 ચમચી આદું મરચાં પેસ્ટ, 1/2 ચમચી ચાટ મસાલો, 1/4 કપ કોથમીર,તેલ તળવા માટે,કેચઅપ.

સ્ટેપ- 1

સૌપ્રથમ પેનમાં 1/2 કપ પાણી ગરમ કરી તેમાં મીઠું,અજમો,ઘી અને તેલ ગરમ કરી મૈંદાનો લોટ થોડો થોડો ઉમેરી કઠણ લોટ બાંધીને ઢાંકીને 10 મીનીટ રાખો.

સ્ટેપ- 2

કઢાઈમાં તેલ ગરમ કરી અજમો અને જીરું તતડે ડુંગળી સોંતળી તેમાં બટાકા,ગાજર અને વટાણા ઉમેરી સોંતળી ગેસ બંધ કરી નીચે ઉતારી ગરમ મસાલો મિક્સ કરો.

You may also like

Potato Recipe: બટર ગાર્લિક પોટેટો બનાવીને મહેમાનોને કરો ઈમ્પ્રેસ, 20 મિનિટમાં થઈ

Muthiya Recipe: નાસ્તામાં બનાવો હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી નાસ્તો દૂધીના મુઠિયા,

સ્ટેપ- 4

હવે પૂરીને વચ્ચે થી કટ્ટ કરી બોર્ડર પર ફરતે પાણી વાળો હાથ કરી કોન શેઈપ આપો.

સ્ટેપ- 5

હવે કોર્ન શેઈપમાં પુરણ ભરી દબાવી ચિપકાવી દો.

સ્ટેપ- 6

આ રીતે બધાં તૈયાર કરી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરી બધા તળી લો.

સર્વ કરો

ગોલ્ડન બ્રાઉન કલરનાં થાય ત્યાં સુધી તળી લો અને પછી સર્વિંગ પ્લેટમાં લઇને ગરમાગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાઠિયાવાડી ભાખરી : આ રીતે ઘરે જ બનાવો વિન્ટર સ્પેશિયલ કાઠિયાવાડી ભાખરી