રાજમા-ચાવલની પરફેક્ટ રેસિપી


By Vanraj Dabhi18, Feb 2024 06:23 PMgujaratijagran.com

સામગ્રી

રાજમા,ડુંગળી,ટામેટા,લીંબુ,લસણ,આદુ,લીલા મરચા,કાળા મરી,લવિંગ,તજ,કાળી ઈલાયચી,જીરું,સૂકા લાલ મરચા,હિંગ,લાલ મરચું પાવડર,હળદર,સ્વાદ મુજબ મીઠું,ગરમ મસાલો,આમ ચૂરણ પાવડરકોથમરી,ઘી,કસુરી મેથી,તેલ,પાણી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક પેનમાં રાજમા બાફીને બાઉલમાં કાઢી લો અને એક પ્લેટમાં તમામ મસાલા તૈયાર કરીને રાખો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું,હિંગ,સૂકા લાલ મરચાં,ડુંગળી નીખીને સાંતળી લો.

સ્ટેપ- 3

હવે તેમાં આદુ,મરચાં અને લસણની પેસ્ટ ઉમેરો ત્યારબાદ તેમાં બધા સૂકા મસાલા નાખી દો.

સ્ટેપ- 4

મસાલાને મિક્સ કરીને તેમાં સમારેલા ટામેટા અને 1/2 કપ પાણી નાખી પકાવી લો.

સ્ટેપ-5

હવે તેમાં બાફેલા રાજમા ઉમેરો અને ઉપરથી લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે પંજાબી સ્ટાઈલ હોમ મેઈડ રાજમાની રેસિપી,તમે પ્લેટમાં કાઢીને રાઈસ સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Coconut Chutney : હોમ મેઈડ નાળિયેરની ચટણી બનાવવાની રેસિપી