નાળિયેર,દાળિયા,લીલા મરચા,લીમડાના પાન,સ્વાદ મુજબ મીઠું અને પાણી,તેલ,રાઈ.
સૌ પ્રથમ મિક્સર જારમાં નાળિયેરના ટુકડા દાળિયા,મીઠું લીલા મરચા,લીમડાના પાન,જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ પીસી લો.
હવે એક બાઉલમાં પેસ્ટને કાઢી લો અને વઘારીયામાં તેલ ગરમ કરો.
હવે તેમાં રાઈ,હિંગ,લીમડાના પાન નાખીને સાંતળી તેમાં લાલ મરચું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
આપણી ટેસ્ટી નાળિયેરની ચટણી તૈયાર છે, તમે ઈડલી,ઢોસા,ઉત્તપમ,મેંદુવડા સાથે સર્વ કરી શકો છો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.