મુળાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ કેટલાક લોકો માટે તેનું સેવન ઘણા નુકસાનકારક હોઈ શકે છે.
ફાઈબર અને પ્રોટીનની સાથે સાથે મુળામાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેંગેનીઝની નોંધપાત્ર માત્રા જોવા મળે છે.
કેટલાક લોકોને રાત્રે મુળા ખાવાનું પસંદ હોય છે, પરંતુ આવું કરવાથી બચવું જોઈએ. રાત્રે તેનું સેવન નુકસાનકારક છે.
જે લોકોને શરીરના અંગોમાં દુખાવો રહેતો હોય તેવા લોકોએ પણ મુળાનું સેવન ન કરવું જોઈએ. તેના સેવનથી દુખાવો વધી શકે છે.
જો કોઈને ભોજન લીધા પછી પેટમાં દુખાવો થવા લાગે છે તો આવા લોકોએ મુળાનું સેવન ન કરવું જોઈએ.
રાત્રે મુળો ખાધા પછી ઊંઘ ન લેવી જોઈએ. રાત્રે મુળા ખાવાથી પેટમાં વધુ ગેસ થાય છે.
જો તમે સંધિવાના દર્દી છો તો ભૂલથી પણ મુળાનું સેવન ન કરો. મુળાનું સેવન કરવાથી સમસ્યા વધુ વધી શકે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સમાચાર તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.