સોડિયમ, પોટેશિયમ, આયર્ન, પ્રોટીન અને વિટામિન સીથી ભરપૂર એલચીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે થી તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. ચાલો જાણીએ કોને એલચીનું સેવન ન કરવું જોઈએ.
પથરીથી પીડિત લોકોએ એલચીનું સેવન કરવાનું ટાળવું જોઈએ.તેનાથી પથરીની સમસ્યા થઈ શકે છે.
મોટી માત્રામાં એલચી ખાવાથી કસુવાવડનો ખતરો વધી જાય છે. એલચીની તાસીર ગરમ હોવાથી તે શરીરમાં ગરમી વધારે છે.
એલચીનું વધુ પડતું સેવન કરવાથી ઉલ્ટી અને ઝાડા પણ થઈ શકે છે. ક્યારેક તેના વધુ પડતા સેવનથી ઉબકા પણ આવી શકે છે.
એલચીના સેવનથી ત્વચામાં દુખાવો, સોજો અને ફોલ્લીઓ થઈ શકે છે. જેમની ત્વચા સંવેદનશીલ હોય તેમણે તેનું સેવન ટાળવું જોઈએ.
જે લોકોને કોઈપણ પ્રકારની એલર્જીની સમસ્યા હોય તેમણે એલચી ન ખાવી જોઈએ. ક્યારેક તેના સેવનથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
એલચીના વધુ પડતા સેવનથી ગેસની સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકો પેટમાં અસ્વસ્થતા, અપચો, સોજો અથવા ઝાડા જેવા લક્ષણોનો પણ અનુભવ કરે છે.
એલચીમાં હાઈપોટેન્સિવ ગુણ હોય છે, જેનો અર્થ છે કે તે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે.તેથી તેનું સેવન ટાળવું જોઈએ.
જો તમને પણ આમાંથી કોઈ સમસ્યા હોય તો એલચી ન ખાવી જોઈએ,આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.