Bajra Side Effects: બાજરો ખાવાના ગેરફાયદા નથી ખબર!


By Vanraj Dabhi05, Dec 2024 04:29 PMgujaratijagran.com

બાજરીના ગેરફાયદા

શિયાળામાં બાજરી ખાવાની માંગ વધી જાય છે, કારણ કે તેને ખાવાથી શરીરને ગરમ રાખે છે. આ અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

થાઇરોઇડ ગ્રંથિ

બાજરીમાં ગોઇટ્રોજન નામનું તત્વ જોવા મળે છે, જે થાઇરોઇડ ગ્રંથિની પ્રવૃત્તિઓને અસર કરી શકે છે.

પેટ સંબંધિત સમસ્યાઓ

બાજરીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે ગેસ, અપચો અથવા એસિડિટી જેવી ગેસ્ટ્રિક સમસ્યાઓનું કારણ બની શકે છે.

સગર્ભા સ્ત્રીઓ

સગર્ભા સ્ત્રીઓએ પણ બાજરીનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ કારણ કે, તેમાં હાજર વધુ પડતા ફાઈબર અને પ્રોટીન ક્યારેક પાચન તંત્ર પર દબાણ લાવે છે.

કિડની રોગ

બાજરીમાં પોટેશિયમ અને ફોસ્ફરસનો સ્ત્રોત છે, જે કિડની પર વધુ દબાણ લાવી શકે છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓએ તેને મોટી માત્રામાં ન ખાવું જોઈએ, કારણ કે બાજરીમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે બ્લડ સુગરને અસંતુલિત કરી શકે છે.

વજન ઘટાડે

વજન ઘટાડવા ઈચ્છો છો તો બાજરીનું સેવન મર્યાદિત કરો, કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને કેલેરી વધુ હોય છે, જેનાથી વજન વધે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Radish Chutney Recipe: શિયાળામાં ટ્રાય કરો મૂળા અને તેના પાનમાંથી બનાવેલી ટેસ્ટી ચટણી, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી