Radish Chutney Recipe: મૂળા અને તેના પાનમાંથી બનાવો ટેસ્ટી ચટણી, નોંધી લો રેસિપી


By Sanket M Parekh05, Dec 2024 04:08 PMgujaratijagran.com

મૂળાની સિઝન

શિયાળો શરૂ થતાં જ માર્કેટમાં મૂળા મળવા લાગ્યા છે. જેનાથી તમે અનેક પ્રકારની ડીશ બનાવી શકો છો. જેમ કે મૂળાના પરાઠા, પુરી, અથાણું અને ચટણી વગેરે...તો ચાલો આજે જાણીએ મૂળાની ટેસ્ટી ચટણી કેવી રીતે બનાવવી

સામગ્રી

1 મૂળો, મૂળાના પાન 1 કપ, લસણની 5-6 કળી, 1 ડુંગળી, 2 ટામેટા, 4 લીલા મરચા, મીઠુ સ્વાદ પ્રમાણે, 2 ચમચી સરસવનું તેલ, દોઢ ચમચી લીંબુનો રસ

સ્ટેપ 1

મૂળાની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ મૂળાને સમારીને તેને કટકા કરી દો. હવે તેના પાનને પણ સાફ કરીને ઝીણાં સમારી લો. આ સાથે જ ટામેટર અને લસણને પણ ધીમી આંચે શેકી દો.

સ્ટેપ-2

હવે ચોપરમાં મૂળાના કાપેલા કટકા અને તેના પાનને નાંખીને એકદમ ઝીણા ચોપ કરી લો. જેથી ચટણી વધારે ટેસ્ટી બનશે. હવે તેને એક બાઉલમાં રાખી દો.

સ્ટેપ-3

હવે ચોપરમાં ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા વગેરે નાંખીને ચોપ કરી દો. હવે આ મિશ્રણને મૂળા અને તેના પાન વાળા બાઉલમાં નાંખીને બરાબર મિક્સ કરી દો.

સ્ટેપ-4

હવે આ મિક્સ્ચરના બાઉલમાં સરસવનું તેલ ગરમ કરીને નાંખો. આ સાથે જ ઉપરથી લીંબુનો રસ, મીઠું વગેરે ઉમેરીને ચમચીની મદદથી હલાવીને મિક્સ કરી દો.

સર્વ કરો

આ રીતે તમે પણ મૂળાની સ્વાદિષ્ટ ચટણી બનાવીને ખાઈ શકો છો. આ ચટણી ખાવામાં ટેસ્ટી હોવાની સાથે ચટપટી લાગે છે. જેને તમે ભાત, રોટલી અથવા ઢેબરા સાથે ખાઈ શકો છો.

Calcium Rich Drinks: કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે રોજ પીઓ આ 7 પીણાં