Calcium Rich Drinks: કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે રોજ પીઓ આ 7 પીણાં


By Vanraj Dabhi05, Dec 2024 01:10 PMgujaratijagran.com

કેલ્શિયમની ઉણપ

શિયાળામાં કેલ્શિયમની ઉણપની સમસ્યા થતી હોય તો તેને દૂર કરવા માટે તમારે રોજ આ 7 પીણાં પીવા જોઈએ.

દૂધ

એક ગ્લાસ દૂધ પીવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.

નારંગીનો રસ

નારંગીનો રસ વિટામિન સીનો સ્ત્રોત છે. તેથી કેલ્શિયની ઉણપ દૂર કરવા માટે રોજ નારંગીનો રસ પીવો પણ એક સારો વિકલ્પ છે, પરંતુ તેને ખાલી પેટ તેનું સેવન ટાળવું જોઈએ.

છાશ

છાશ પ્રોબાયોટિક ગુણોથી ભરપૂર છે. આ એક ફ્રેશ અને સ્વાદિષ્ટ પીણું છે, જેનું દરરોજ સેવન કરવાથી પાચનની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. કેલ્શિયમની ઉણપને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

બનાના સ્મૂધી

કેલ્શિયમથી ભરપૂર કેળા, સફરજન અને ચીકું જેવા કેટલાક ફળોને તાજા દહીંમાં મિક્સ કરીને સ્મૂધી બનાવો અને તેને પીવો.

રાગી સૂપ

રાગી કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, તે એક સ્વાદિષ્ટ અને ભારતીય પીણું છે, જે શિયાળા માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.

તલના બીજનું ડ્રિંક્સ

દૂધ કરતાં તલને કેલ્શિયમનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે. તલને પાણીમાં પલાળી પછી બીજા દિવસે તેને ગ્રાઇન્ડરમાં પીસીને તેમાં મધ મિક્સ કરીને પીવો.

બદામ શેક

શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે તમે બદામને દૂધ અથવા પાણીમાં પલાળી બીજા દિવસે સવારે તેને પીસીને શેક બનાવીને પીવો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Coconut Oil Benefits: શિયાળામાં સંજીવનીથી કમ નથી નારિયેળનું તેલ, રાતે પગ પર લગાવીને સૂવાથી થશે જબરદસ્ત ફાયદા