ગ્રીન ટી પોષક તત્વોથી ભરપૂર છે તેથી સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ખૂબ જ સારી છે,પરંતુ તે કેટલાક લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે,ચાલો જાણીએ
ગ્રીન ટીમાં વિટામિન્સ,મિનરલ્સ,ફાઇબર,એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને એમિનો એસિડ સારી માત્રામાં જોવા મળે છે.
જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે ગ્રીન ન પીવી જોઈએ.તેનાથી એસિડિટી,નર્વસનેસ,ચક્કર,કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.
વધુ પડતી ગ્રીન ટી પીવાથી વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે. અને ભોજન ન કરવાથી તમારું શરીર નબળું પડી શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ.તેમાં કેટેચિન નામના સંયોજનો હોય છે,જે તણાવ વધારી શકે છે અને તે બાળકને નુકસાન પણ કરી શકે છે.
ગ્રીન ટીનું વધુ પડતું સેવન આંખોને નુકસાન પહોંચાડે છે.તેનાથી મોતિયા જેવી સમસ્યાનો ખતરો પણ વધી જાય છે.
ગ્રીન ટીમાં કેટેચિન હોવાથી તે અસ્વસ્થતાને પ્રોત્સાહન આપે છે.તેથી વધુ પડતી ગ્રીન ટી પીવાથી ચિંતાની સમસ્યા થઈ શકે છે.
આ લોકોએ ગ્રીન ટીનું સેવન ન કરવું જોઈએ.સ્વાસ્થ્ય સંબંધિત આવી તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.