થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે આ દેશી ચા પીવો


By Vanraj Dabhi11, Mar 2024 12:18 PMgujaratijagran.com

થાઈરોઈડ

શરીરમાં રહેલું થાઈરોઈડ હોર્મોન શરીરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. થાઈરોઈડની સમસ્યા ઘણી વાર સ્ત્રીઓમાં જોવા મળે છે.તેને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે.

થાઇરોઇડ વધે છે ત્યારે શું થાય છે?

શરીરમાં થાઈરોઈડનું સ્તર વધવાને કારણે પીરિયડ્સમાં અનિયમિતતા,વજન વધવું અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે.

અશ્વગંધા ચા

થાઈરોઈડનું સ્તર કંટ્રોલ કરવા માટે અશ્વગંધાની ચા તમને ફાયદાકારક સાબિત થઈ શકે છે.તે થાઇરોઇડ ગ્રંથિમાંથી મુક્ત થતા હોર્મોન્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ચાના ગુણધર્મો

અશ્વગંધા એક દેશી મસાલો છે જેનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે.તેમાં એન્ટી-સ્ટ્રેસ,એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે.

ચા બનાવવાની સામગ્રી

અશ્વગંધા - 1/4 ચમચી,પાણી - 1 કપ

બનાવવાની રીત

સૌપ્રથમ અશ્વગંધા પાણીમાં મિક્સ કરીને ગેસ પર ઉકાળો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય. થોડા સમય પછી ચા તૈયાર થઈ જશે.

ક્યારે સેવન કરવું?

અશ્વગંધામાંથી બનેલી આ ચા તમે રાત્રે સૂતા પહેલા પી શકો છો.જે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

થાક દૂર કરો

અશ્વગંધા ચા શરીરમાંથી થાક અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે.

વાંચતા રહો

થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે તમે આ ચા પી શકો છો.સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વિટામિન Eની ઉણપને દૂર કરવા માટે આ વસ્તુઓનું સેવન કરો