આપણા રસોડામાં રાખેલા ઘણા મસાલા એવા છે. જે શરીરને નિરોગી રાખવાની સાથે સાથે સ્વાદથ
હળદર પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ કેટલાક લોકોએ હળદર ખાવી ન જોઈએ. આજે અમે તમને જણાવીશું કે આખરે કયા લોકોએ ભૂલથી પણ હળદર ન ખાવી જોઈએ.
હળદરમાં કરક્યુમિન નામનું સક્રિય સંયોજન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક, કોપર, ફોસ્ફરસ, વિટામિન-બી6, વિટામિન-સી, વિટામિન-ઈ, વિટામિન-કે, અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ ભરપૂર માત્રામાં હોય છે.
હળદર જે લોકો પહેલાથી જ લિવર સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તે લોકોએ હળદર ખાવાથી બચવું જોઈએ કારણ કે તેમાં હાજર કરક્યુમિન લિવર માટે નુકસાનકારક હોઈ શકે છે.
જો તમે ગર્ભવતી છો તો આવા સમયે તમારે હળદર ખાવાથી પરેજી પાળવી જોઈએ. કારણ કે તેનાથી તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને નુકસાન થઈ શકે છે. તેમ છતાં જો તમે ખાવા માંગતા હો તો તમારે પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
જે લોકોને કિડનીમાં પથરી છે તે લોકોએ ભૂલથી પણ હળદર ન ખાવી જોઈએ. તેમાં ઓક્સાલેટ વધુ માત્રામાં હોય છે અને ઓક્સાલેટ કિડની સ્ટોનમાં ખતરનાક હોય છે.
ઉપર જણાવેલી પરેશાનીઓ ઉપરાંત તમારે હળદર વધુ માત્રામાં ન ખાવી જોઈએ. કારણ કે તેનાથી તમારા પેટમાં દુખાવો, સોજો અને ખેંચાણની સમસ્યા થઈ શકે છે કારણ કે તેની તાસીર ગરમ હોય છે.
તમે હળદરને આહારમાં અલગ-અલગ રીતે શામેલ કરી શકો છો. આ માટે તમે હળદરવાળું પાણી અથવા દૂધનું સેવન કરી શકો છો. તે જ રીતે શાકભાજીમાં પણ મિક્સ કરીને ખાઈ શકો છો.