આ ગામોમાં લોકો આજે પણ બોલે છે સંસ્કૃત ભાષા


By 12, Feb 2023 10:40 PMgujaratijagran.com

સંસ્કૃત અને આપણી યાદ

જ્યારે પણ સંસ્કૃતની વાત થાય છે તો તમને ધાર્મિક કાર્યક્રમોમાં બોલવામાં આવતા મંત્ર અથવા કોઈ પંડિતની યાદ આવતી હશે.

બોલચાલમાં સંસ્કૃત

શું તમે જાણો છો કે કઈ-કઈ જગ્યા છે, જ્યાં લોકો સામાન્ય બોલચાલમાં પણ સંસ્કૃતમાં જ વાતચીત કરે છે

મુત્તુરુ ગામ

મુત્તુરુ ગામ કર્ણાટકના શિમોગા શહેરથી આશરે 10 કિમી અંતરે છે. તુંગ નદીના કિનારે વસેલા આ ગામમાં સંસ્કૃત પ્રાચીન કાળથી જ બોલવામાં આવે છે

મોહદ ગામ

મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના મોહદ ગામની વસ્તી આશરે 3500 છે. અહીં એક હજારથી વધારે લોકો સંસ્કૃતમાં વાતચીત કરે છે.

ગનોડા ગામ

ગનોડા ગામ અનુસૂચિત જનજાતિનું ગામ માનવામાં આવે છે અને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં આવેલુ છે. આ ગામમાં સંસ્કૃત ધીમે ધીમે સૌના જીવનશૈલીનો ભાગ બની રહી છે.

ઝીરી ગામ

મધ્ય પ્રદેશના ઝીરી ગામમાં ખરા અર્થમાં સંસ્કૃત સૌની ભાષા બની ચુકી છે. આ ગામમાં આશરે 95 ટકા લોકો સંસ્કૃતમાં જ વાતચીત કરે છે.

શું તમે લગ્નમાં લેવામાં આવતા 7 ફેરાનો અર્થ જાણો છો?