શું તમે લગ્નમાં લેવામાં આવતા 7 ફેરાનો અર્થ જાણો છો?


By 10, Feb 2023 10:12 PMgujaratijagran.com

લગ્ન કે વિવાહનો શાબ્દિક અર્થ

હિંદુ ધાર્મિક ગ્રંથોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે. જે પૈકી એક સંસ્કાર લગ્ન છે. લગ્ન કે વિવાહનો શાબ્દિક અર્થ થાય છે જવાબદારીનું વહન કરવું

હિંદુ વિધિથી લગ્ન

હિંદુ વિધિથી લગ્નમાં 7 ફેરા લેવાની રસ્મને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ તેનો અર્થ શું થાય છે.

એક-બીજાને આપે છે સાત વચન

સનાતન ધર્મની પરંપરાગ પ્રમાણે, લગ્ન સંસ્કારમાં વર-કન્યા ફેરા લે છે, અને ફેરા સમયે ભાવી પતિ-પત્ની એક-બીજાને સાત વચન આપે છે.

શા માટે માટે લેવામાં આવે છે સાત ફેરા?

માન્યતા પ્રમાણે, માનવ જીવન માટે 7ની સંખ્યા વિશેષ મહત્વ ધરાવે છે.

7 અંકનું મહત્વ

જો તમે ભારતીય સંસ્કૃતિ પર ધ્યાન આપશો તો તમને માલુમ થશે કે ભારતીય સંસ્કૃતિમાં સંગીતના 7 સુર, ઈન્દ્રધનુષના 7 રંગ, 7 ગ્રહ, 7 તળ, 7 સમુદ્ર, 7 ઋષિ, 7 લોક, 7 ચક્ર, સૂર્યના 7 ઘોડા, સપ્ત રશ્મિ, સપ્ત ધાતુ, સપ્

પ્રથમ ફેરો, પ્રથમ વચન

પ્રથમ વચનમાં કન્યા વર સમક્ષ એવુ માગે છે કે જો વર ક્યારેય તીર્થયાત્રા કરવા જશે તો તેને પણ પોતાની સાથે લઈ જશે.

બીજો ફેરો-બીજુ વચન

બીજા વચનમાં કન્યા વર પાસેથી વચન લે છે કે જે રીતે વર તેમના માતા-પિતાનું સન્માન કરે છે, એવી જ રીતે તેના માતા-પિતાનું સન્માન કરશે.

ત્રીજો ફેરો-ત્રીજુ વચન

કન્યા ત્રીજા વચનમાં કહે છે કે વર તેને વચન આપે કે જીવનની ત્રણેય અવસ્થા (યુવાવસ્થા, પ્રૌઢવસ્થા, વૃદ્ધાવસ્થા)માં તેનું પાલન કરશે.

ચોથો ફેરો-ચોથુ વચન

કન્યા ચોથા વચનમાં કહે છે કે હવે તમે વિવાહના બંધનમાં બંધાવા જઈ રહ્યા છો તો આ સંજોગોમાં પરિવારની તમામ જરૂરિયાતોને પૂરી કરવાની જવાબદારી તમારા ખંભે રહેશે.

પાંચમો ફેરો-પાંચમું વચન

પાંચમા વચનમાં કન્યા કહે છે કે લેવડ-દેવડ અને અન્ય કોઈ ચીજવસ્તુના ખર્ચ કરતી વખતે તમે મારો અભિપ્રાય લેતા રહેશો.

છઠ્ઠો ફેરો- છઠ્ઠુ વચન

કન્યા છઠ્ઠા વચનમાં કહે છે કે તમે કોઈની સામે કોઈ કારણથી મારું અપમાન નહીં કરો અને ટીકાથી દૂર રહેશો.

સાતમો ફેરો-સાતમું વચન

કન્યા સાતમા વચન તરીકે વર પાસે માંગ કરે છે કે તે પરાઈ સ્ત્રીને પોતાની માતા સમાન સમજશે અને પતિ-પત્નીના પરસ્પરના પ્રેમ વચ્ચે કોઈને ભાગીદાર નહીં બનાવે.

કિંજલ રાજપ્રિયાએ ક્યુટ તસવીરો શેર કરી