શિયાળાની ઋતુમાં મગફળી ખૂબ જ ખાવામાં આવે છે, મગફળીમાં વિટામીન-ઇ, વિટામીન-બી6, મેગ્નેશિયમ, આયર્ન જેવા તત્વો શરીર માટે ફાયદાકારક છે પરંતુ તેનું વધુ પડતું સેવન પણ શરીરને મોટું નુકસાન કરી શકે છે.
હેલ્થલાઈનના એક રિપોર્ટ મુજબ મગફળી શરીરમા અફલાટોક્સિનનું પ્રમાણ વધારે છે જેનથી લીવર ડેમેજ થાય છે અથવા તે કમળા જેવા રોગનું કારણ બને છે
મગફળીમાં રહેલા લેકટીનને કારણે સંધિવાના દર્દીઓમાં સોજાની સમસ્યા વધી જાય છે.
ફાયટીક એસિડ શરીરમાં આયર્ન અને ઝિંકની માત્રા ઘટાડે છે. જેઓ નોન વેજ ખાય તેમને આનાથી વધુ સમસ્યા નથી થતી, પરનુ વેજટેરીયન લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
લોકોને વધુ પડતી મગફળી ખાવાથી ખંજવાળ અને ચકામાની સમસ્યા વધી શકે છે. મોઢા પર ખંજવાળ અને ચહેરા પર સોજો આવી શકે છે.
મગફળીમાં ભરપૂર માત્રામાં ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.પરંતુ તેના વધુ પડતા સેવનથી શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની માત્રા ઘટી જાય છે.