ઠંડીમાં મગફળી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે લોકો તેને નાસ્તામાં ખાતા હોય છે. મગફળી ખાવાથી સ્વાસ્થ્ય સંબઘિત અનેક ફાયદા મળે છે.
મગફળીમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ, ફોલેટ, કેલ્શિયમ , કોપર જેવા વિટામિન અને ખનીજ રહેલા હોય છે.
ઠંડીમાં મગફળી ખાવાથી વાળને મજબૂતી મળે છે. આ ઉપરાંત વાળની ચમકમાં વધારો થાય છે.
મગફળી કેલ્શિયમથી ભરપૂર હોય છે. જેથી તેને ખાવાથી હાડકા મજબૂત બને છે. વધતી ઉંમરના લોકો માટે મગફળી ખાવાથી સ્વાસ્થ્ય સંબઘિત અનેક સમસ્યાઓ દૂર રહે છે.
જો તમે બ્લડ શુગરના દર્દી છો તો મગફળી તમારી માટે રામબાણ ઈલાજ છે. મગફળી ખાવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે.
પેટ સંબઘિત અનેક સમસ્યાઓ માટે મગફળી ફાયદાકારક છે. મગફળી ખાવાથી પેટમા ગેસની સમસ્યા દૂર થાય છે પણ તેનુ વધારે સેવન કરવાથી બચવુ જોઈએ.
શરીરનું સૌથી કોમળ અંગ ચામડીને માનવામાં આવે છે. ઠંડીમાં ચામડીને સ્વસ્થ રાખવામાં મગફળી મદદ કરે છે.