પેટીએમના સ્થાપક અને CEO વિજય શેખર શર્માની કંપનીમાં હિસ્સેદારી વધી છે. ચીનની કંપની Antfinની હિસ્સેદારી વેચવામાં આવ્યા બાદ પેટીએમમાં વિજય શેખર શર્માની આ હિસ્સેદારી વધી છે.
કંપનીમાં હિસ્સેદારી વધવા સાથે જ વિજય શેખર શર્મા આ કંપનીમાં એકમાત્ર SBO એટલે કે સિગ્નિફિકેન્ટ બેનિફિશિયલ ઓનર બની ગયા છે.
Paytmની મુખ્ય કંપની One97 કોમ્યુનિકેશનમાં Antfinની હિસ્સેદારી 23.79 ટકાથી ઘટીને ફક્ત 9.9 ટકા થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી Antfin પાસે આ કંપનીમાં 23.79 ટકા હિસ્સેદારી હતી
One97 કોમ્યુનિકેશનમાં વિજય શેખર શર્માની ડાયરેક્ટર અને ઈનડાયરેક્ટ શેરહોલ્ડિંગ વધી 19.42 ટકા વધી છે. જ્યારે કંપનીમાં ડાયરેક્ટ અને/અથવા ઈનડાયરેક્ટ રીતે 10 ટકાથી વધારે શેરહોલ્ડિંગ હોય તેને SBO કહેવામાં આવે છે.