જેપી મોર્ગન ચેસ એન્ડ કંપની તેના બેન્ચમાર્ક ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતીય સરકારી બોન્ડનો સમાવેશ કરશે. આ માટે ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે.તેને લીધે દેશના ઋણ બજારમાં અબજો ડોલરનું રોકાણ આવી શકે છે.
ઈન્ડેક્સ પ્રોવાઈડર 28 જૂન,2024થી શરૂ થખતા જેપી મોર્ગન સરકારી બોન્ડ ઈન્ડેક્સ-ઈમર્જિંગ માર્કેટમાં ભારતના બોન્ડને જોડવામાં આવશે.
ભારત સરકાર તરફથી વર્ષ 2020માં FAR કાર્યક્રમની શરૂઆત તથા વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં સહાયતા માટે પર્યાપ્ત બજાર સુધારા બાદ સુચકાંકમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
ભારત સરકાર તરફથી વર્ષ 2020માં FAR કાર્યક્રમની શરૂઆત તથા વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં સહાયતા માટે પર્યાપ્ત બજાર સુધારા બાદ સુચકાંકમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
ભારતના એક મુખ્ય વૈશ્વિક ઈન્ડેક્સમાં સામેલ થવાથી વૈશ્વિક રોકાણકારોને દુનિયાની સૌથી ઝડપભેર આગળ વધતા અર્થતંત્રો સુધી વધારે પહોંચ મળશે.