નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ કહ્યું છે કે ક્રુડ ઓઈલની ઊંચી કિંમત તથા જળવાયુ પરિવર્તનને લીધે વધેલી અનિશ્ચિતતા વચ્ચે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો GDP આશરે 6.5 ટકા દરે વધશે.
વૈશ્વિક GDPમાં જે વધ-ઘટ થઈ રહી છે તેની સાથે યોગ્ય સંકલન કરવાની વિશેષ જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે GDP અંગે પણ નાણાં મંત્રાલયે ટીકા કરી હતી અને કહ્યું હતું કે આર્થિક વૃદ્દિની ગણતરી માટે આવકને લગતુ પાસુ ચોક્કસ અનુમાનો સાથે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23નો આર્થિક વૃદ્ધિ દર 7.2 ટકા રહ્યો હતો, જે વર્ષ 2021-22થી 9.1 ટકા ઓછો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ભારત GDP 6.5 ટકા દરથી વધવાની સંભાવના છે.