Pav Bhaji: સ્પ્રાઉટ્સ પાવભાજી બનાવવાની રેસીપી


By Vanraj Dabhi04, Oct 2024 03:03 PMgujaratijagran.com

સ્પ્રાઉટ્સ પાવભાજી

પાઉભાજી તો તમે ખાધી જ હશે પરંતુ સ્પ્રાઉટ્સ પાવભાજી એક યુનિક રેસીપી છે, તમે ઘરે બનાવવા માંગતા હોવ તો તમે આ રેસીપી નોંધી લો.

સામગ્રી

ફણગાવેલા મગ, ફલાવર, કોબીજ, રીંગણ, બટાકા, ડુંગળી, ટામેટાં, કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, પાવભાજી મસાલો, હળદર, હિંગ, આદુ-લસણની પેસ્ટ, તેલ, ગરમ પાણી, લીંબુનો રસ, કોથમીર, મીઠું , બટર.

સ્ટેપ-1

સૌ પ્રથમ બધી સામગ્રીને સમારીને તૈયાર કરી લો.

સ્ટેપ-2

હવે એક કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરું,હિંગ, ડુંગળી, આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળો.

સ્ટેપ-3

હવે તેમાં ટામેટા, મીઠું , હળદર, લાલ મરચુ અને ધાણા જીરુ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં ફણગાવેલા મગ, ફ્લાવર, કોબીજ, રીંગણ, બટાકા, મીઠું અને ગરમ પાણી ઉમેરીને કુકર બંધ કરી 3 સીટી વગાડી લો.

સ્ટેપ-5

હવે મેસર વડે ભાજીને મેસ કરી પાવભાજીનો મસાલો, લીંબુનો રસ,સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે સ્પ્રાઉટ્સ ભાજી, તમે પાઉ સાથે ગરમા ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Rajgira Puri: નવરાત્રી વ્રત માટે ઘરે ટ્રાય કરો ફરાળી રાજગરાની પુરી