નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન યુનિક ફરાળી રેસીપી ટ્રાય કરવા માંગતા હોવ તો, તમે આ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગીઓ ટ્રાય કરી શકો છો.
રાજગીરાનો લોટ, બાફેલા બટેટા, લીલા મરચાં, મીઠો લીમડો, કોથમીર, કાળા મરી પાવડર, આદુ, જીરું પાવડર, સેંધા નમક, સીંગ તેલ, પાણી.
સૌ પ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ,બાફેલા બટેકાનું છીણ ઉમેરો.
હવે એક મિક્સર જારમાં લીલું મરચું,મીઠા લીમડાના પાન,કોથમરી-આદુ નાખીને ક્રશ કરી લો.
હવે આ પેસ્ટને બાઉલમાં ઉમેરો અને પછી તેમાં મરી પાવડર,સૂઢ પાવડર,જીરું પાવડર,સેંધા નમક,એક ચમચી તેલ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધીને લોટમાંથી નાના નાના લૂઆ બનાવી લો.
હવે પાટલા પર એક એક લૂઓ મૂકીને વેલણની મદદથી પુરી વણી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને પુરીને તળી લો.
તૈયાર છે આપણી ફરાળી રાજગરાની પુરી, તમે ઉપવાસ દરમિયાન ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.