તમે ઘણીવાર બહારના પાસ્તા ખાધા હશે,જો તમારે ઘરે બનાવેલા પાસ્તાનો સ્વાદ ચાખવો હોય તો ચાલો તેને બનાવવાની સરળ રીત જાણીએ.
પાસ્તા -2 કપ,ટામેટા-2 (સમારેલા),ડુંગળી-1 (ઝીણી સમારેલી),કેપ્સીકમ-1 (સમારેલું),મોઝેરેલા ચીઝ -1 ચમચી,લાલ મરચું પાવડર -1 ચમચી,આદુનો ટુકડો-1 ઇંચ,લીલા મરચા -1-2(સમારેલા),ચિલી ફ્લેક્સ-2 ચપટી,ટામેટાની ચટણી -1 ચમચી,મેયોનેઝ- 1 ચમચી,કોથમીર - 1 ચમચી (ઝીણી સમારેલી),તેલ -2 ચમચી,મીઠું સ્વાદ મુજબ.
સૌપ્રથમ પાસ્તાને ગરમ કરીને ઉકાળવાના છે. તેના માટે એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં થોડું તેલ નાખીને પાસ્તા ઉકાળી લો.
7-8 મિનિટ ઉકળ્યા બાદ તેને ઝારા વડે બહાર કાઢી લો અને વાસણમાં રાખો.હવે એક પેનમાં તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી,ટામેટા અને કેપ્સિકમ નાખીને ફ્રાય કરો.
થોડી વાર તળ્યા પછી તેમાં મેયોનીઝ,ટામેટાની ચટણી,લાલ મરચાંનો પાવડર,અડધી ચમચી ચીઝ અને મીઠું નાખીને મિક્સ કરો.
હવે તેમાં બાફેલા પાસ્તા ઉમેરો, મિક્સ કરો અને ધીમા ગેસ પર 2-3 મિનિટ સુધી પકાવો.
મસાલા પાસ્તા તૈયાર છે. હવે તેને મોઝેરેલા ચીઝ,ચીલી ફ્લેક્સ અને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.