ઇન્સ્ટન્ટ મગની દાળની ખીચડી બનાવવી છે, જાણી લો પરફેક્ટ રીત


By Jivan Kapuriya11, Aug 2023 06:37 PMgujaratijagran.com

જાણો

ખીચડી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ વાનગી માનવામાં આવે છે, જો તમને પણ પ્રોટીનયુક્ત ખીચડી ખાવાનું પસંદ છે તો ચાલો જાણીએ તેને બનાવવાની પરફેક્ટ રીત.

સામગ્રી

ચોખા-1 કપ,મગની દાળ-1 કપ,વટાણા-1-2 કપ,ટામેટા-1 (સમારેલું),લીલા મરચાં-2 (બારીક સસમારેલ),હળદર પાવડર-1-2 ચમચી,હીંગ-1 ચપટી,જીરું-1 ચમચી,સ્વાદ માટે મીઠું,ઘી-2 ચમચી,જરૂર મુજબ પાણી.

સ્ટેપ-1

ખીચડી બનાવવા માટે પહેલા મગની દાળ અને ચોખાને પાણીથઈ સારી રીતે ધોઈ લો.

સ્ટેપ-2

હવે પ્રેશર કુકરને મધ્યમ તાપ પર ગરમ કરવા મૂકો, ગરમ થાય એટલે ઘી નાખો.

સ્ટેપ-3

ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો પછી તેમાં સમારેલા લીલા મરચાં અને હીંગ નાખો.

સ્ટેપ-4

ટેમ્પરિંગ પછી તેમાં હળદર,સમારેલા ટામેટા અને વટાણા નાખીને મિકસ કરો.

સ્ટેપ-5

થોડી વાર પછીકુકરમાં ધોયેલી દાળ અને ચોખા નાખીને મિક્સ કરો.

સ્ટેપ-6

હવે તેમાં જરૂર મુજબ પાણી અવે સ્વાદ મુજબ મીઠું નાખીને કુકરનું ઢાંકણું બંધ કરી દો.3-4 સીટી વાગે ત્યાં સુધી પકાવો. ખાચડી તૈયાર છે.

સર્વ કરો

હવે તેને દહીં, પાપડ અને અથાણાં સાથે ગરમા-ગરમ સર્વ કરો, તમે લંચ કે ડિનરમાં ખીચડી ખાઈ શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો તેમજ વધુ વાનગીઓની રેસીપી જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું તમારે રેસ્ટોરન્ટ જેવું પરફેક્ટ પનીર ઘરે બનાવવું છે? ફિકર નોટ, અજમાવો આ રેસીપી