શું તમારે રેસ્ટોરન્ટ જેવું પરફેક્ટ પનીર ઘરે બનાવવું છે? ફિકર નોટ, અજમાવો આ રેસીપ


By Jivan Kapuriya11, Aug 2023 05:58 PMgujaratijagran.com

જાણો

પોષક તત્વોથી ભરપૂર પનીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ રેસ્ટોરન્ટમાં મળતા લગભગ દરેક વસ્તુમાં ભેળસેળ થઈ શકે છે. આવી સ્થિતિમાં પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને તમે ઘરે પણ પનીર બનાવી શકો છો.ચાલો જાણીએ સરળ રીત.

સામગ્રી

2 લીટર સારા ફેટ વાળું દૂધ, 2 ચમચી લીંબુનો રસ,1લીટર ઠંડુ પાણી.

સ્ટેપ-1

સૌથી પહેલા પવૃનીરર બનાવવા માટે એક મોટા વાસણમાં દૂધ કાઢી લો અને તેને મધ્યમ ગેસ પર મૂકીને ગરમ કરો.દૂધનો બરાબર ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો.

સ્ટેપ-2

દૂધ ઉકળે એટલે તેમાં 2 ચમચી લીંબુનો રસ નાખો.આ પછી ગેસ પરથી ઉતારી લો.અને દૂધ ફાટે નહીં ત્યાં સુધી હલાવો.

સ્ટેપ-3

હવે એક વાસણ પર સ્ટ્રેનર અથવા સુતરાઉ કાપડ મૂકીને દૂધને ગાળી લો.હવે લીંબુની ખટાશ દૂર કરવા માટે પનીરને ઠંડા પાણીથી ધોઈ લો. તેને કપડામાં નાખ્યા પછી જ ધોવું.

સ્ટેપ-4

હવે પનીરને મલમલતા કપડામાં બાંધીને તેને કોઈ ભારે વસ્તુથી દબાવીને બાજુ પર રાખો. આ બધા પાણીને અલગ કરશે.

સ્ટેપ-5

આ પછી થોડા કલાકો બાદ પનીરને ચેક કરો. જો તમારા પનીરમાંથી બધું પાણી અલગ થઈ ગયું હોય અને પનીરનો આકાર પણ બરાબર આવી ગયો હોય તો તે તૈયાર છે.

સ્ટેપ-6

હવે પનીરના નાના-નાના ટુકડા કરો અને હવે તમારી પસંદગીની કોઈપણ વાનગી બનાવો અને બધાને ખવડાવો.

રીત ફોલો કરો

જો તમને પનીર બનાવવાની આ રીત પસંદ છે તો તમે પણ તેને ઘરે જ અજમાવો.

મોમોસ રેસીપીઃ હવે તમે મોમોસ ઘરે બનાવી શકો છો, જાણી લો એકદમ સરળ રીત