પાસ્તા એક એવી વાનગી છે જે બાળકો અને વૃદ્ધ બનેને ગમે છે.
રેસ્ટોરન્ટ જેવા પાસ્તા બનાવવા માંગતા હોવ તો આ રેસીપી તમે ઘરે અજમાવવામાં મદદ કરશે.
પસ્તાને પાણીમાં ઉકાળતી વખતે પાણીમાં મીઠું નાખો તેનાથી સ્વાદમાં વધારો થશે.
પાસ્તા બનાવતી વખતે પાણીમાં ઓલિવ તેલ ન નાખો.
જ્યારે પાસ્તા પાકી જાય પછી તેમાં ઓલિવ તેલ નાખો જેથી પાસ્તા ચોંટી ન જાય.
કેલેરીની માત્રા ઘટાડવા માટે ડુંગળી,લસણ અને ટામેટાનો ઉપયોગ કરીને ઘરે જ સોસ બનાવો.
બચેલા પાસ્તાને માઇક્રોવેવમાં ફરીથી ગરમ ન કરો, આમ કરવાથી તેનો સ્વાદ બગડી જાય છે.
બચેલા પાસ્તાને પેનમાં થોડું પાણી અથવા સ્ટોક વડે ગરમ કરો. તેનાથી પાસ્તા સુકાશે નહીં.
ગરમ કરેલા પાસ્તાને એલ્યુમિનિયમ કવર વડે ઢાંકી દો જેથી ગરમ વરાળ પાસ્તાને ભેજવાળા અને નરમ રાખશે.
જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે પાસ્તા નાખવા, તે પહેલાં ન નાખવા.
પાસ્તા બનાવતી વખતે પેનમાં પાસ્તા સતત હલાવતા રહો જેથી પાસ્તા ચોંટી ન જાય.
પાસ્તા બનાવતી વખતે ચટણીને અન્ય વાસણ નહીં પરંતુ એક પેનમાં જ ગરમ કરો.
પેન સિવાય અન્ય વાસણમાં પાસ્તા બનાવશો તો બળીને ચોંટી જાય છે કારણ કે તેનું તળિયું નાનું હોય છે અને તેનો ટેસ્ટ પણ ખરાબ થાય છે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.