બ્રેડ પકોડા બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે,જાણી લો તેને બનાવવાની એકદમ સરળ રીતે.
2 બાફેલા બટાકા,1 ચમચી જીરું,1 ચમચી ધાણા,1 ચમચી અજમો,જોથમીરનું 1 પુળિયું, 4 બ્રેડના ટુકડા,2 કપ ચણાનો લોટ,2 ચમચી આમચૂર્ણ પાઉડર, 2 ચમચી છીણેલું કેપ્સિકમ મરચું,જરૂર મુજબ લીલા મરચાં,1/2 ઇંચ આદુ, મીઠું સ્વાદ મુજબ.
1 પુળિયું તાજી કોથમીર, ટામેટા -4,કાળું મીઠું 1/2 ચમચી,છીણેલું આદુ- એક નાનો ટુકડો,સ્વાદ મુજબ મીઠું,લીંબુનો રસ - 4 ચમચી, જીરું 1 ચમચી, ખાંડ 1 ચમચી, લીલું મરચું 1 ચમચી, ફુદીનાના પાન- એક મુઠ્ઠીભર.
ગેસ પર પેન મૂકીને તેમાં આખા ધાણા અને જીરું શેકી લો.
જ્યારે તેમાંથી સુગંધ આવવા લાગે એટલે બહાર કાઢીને મિક્સરમાં નાખીને ભૂકો કરી લો.
પેનને ગેસ પર મૂકીને તેમાં તેલ નાખીને ગરમ કરો.
તેમાં આદુ,બારીક સમારેલ મરચા અને બાફેલા બટાકા નાખીને હલાવો.
તેમાં મીઠું અને ઝીણી સમારેલ કોથમીર નાખીને બરાબર મિક્સ કરી ઠંડુ થવા માટે બાજુ પર મૂકો.
એક મોટા બાઉલમાં ચણાનો લોટ,જીરું,લાલ મરચું પાવડર અને જરૂર મુજબ પાણી નાખીને બેટર બનાવો અને 10-15 મિનિટ સુધી રહેવા દો.
બ્રેડને ત્રિકોણ આકારમાં કાપો,એક સ્લાઈસ પર બટાકાનો છુંદો ભરો અને બીજી સ્લાઈસ ઉપરથી મૂકીને બંધ કરો.
હવે તેને ચણાના દ્રાવણમાં બોળીને ઉકળતા ગરમ તેલમાં મૂકો.
પકોડા લાઈડ બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
ચટણી બધી સામગ્રી અને થોડું પાણી મિક્સરમાં નાખીને મિક્સ કરી લો. તેને એક બાઉલમાં કાઢીને બ્રેડ પકોડા સાથે ખાવ.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.