ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવી એક્ટ્રેસ છે, જેમણે રાજનેતાઓને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા હોય. તો ચાલો જાણીએ આવી કેટલી એક્ટ્રેસ છે?
એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ બન્નેના લગ્ન 24 સપ્ટેમ્બર, 2023ના રોજ થવા જઈ રહ્યાં છે.
નવનીત કૌર રાણાએ તેલુગુ ફિલ્મોમાં કામ કરીને આગવી ઓળખ ઉભી કરી છે. નવનીત રાણાએ રાજકારણી રવિ રાણાને પોતાના જીવન સાથી તરીકે પસંદ કર્યાં છે.
અમૃતાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે લગ્ન કર્યાં છે. અમૃતાએ પોતાના ગીતો થકી આગવી ઓળખ ઉભી કરી છે.
રાધિકાએ એચડી કુમારસ્વામીને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યાં છે. એચડી કુમારસ્વામી કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
બૉલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ફહાદ અહમદ સાથે નિકાહ કર્યાં છે. જે સમાજવાદી પાર્ટીના નેતા છે.
એક્ટ્રેસ આયશા ટાકિયાએ ફરહાન આઝમીને પોતાના જીવનસાથી બનાવ્યા છે. ફરહાન મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના નેતા છે.