બૉલિવૂડની ફેમસ એક્ટ્રેસ આલિયા ભટ્ટે દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. એક્ટ્રેસે નવેમ્બર-2022માં પોતાની પ્રથમ પુત્રી રાહાને જન્મ આપ્યો હતો. જેના 3 મહિનામાં જ એક્ટ્રેસ બેક ટૂ શેપ આવી ગઈ હતી.
પુત્રીને જન્મ આપ્યા બાદ 3 મહિનામાં જ એક્ટ્રેસે પોતાનું 16 કિલો વજન ઓછું કરી દીધુ હતુ. તો ચાલો જાણીએ, આ ચમત્કાર આલિયાએ કેવી રીતે કર્યો?
વેઈટ લૉસ માટે યોગ સૌથી બેસ્ટ છે. જો તમે આલિયાને ફૉલો કરતા હશો, તો તમે જાણતા જ હશો કે, એક્ટ્રેસ પોતાના દિવસની શરૂઆત યોગથી કરે છે.
સ્ટ્રેન્થ અને સ્ટેમિના મેળવ્યા બાદ આલિયાએ ફ્લેક્સિબિલિટી તરફ ધ્યાન આપ્યું અને દરરોજ પિલાટેસ કરવાનું શરૂ કરી દીધુ.
આલિયાએ પોસ્ટ પ્રેગ્નેન્સી વેઈટ લૉસ માટે ગરમ પાણી અને લીંબુ અપનાવ્યો છે. એક્ટ્રેસ જિમમાં પણ ખૂબ જ પરસેવો પાડે છે.
એક્સરસાઈઝ ઉપરાંત આલિયા ભટ્ટ પોતાની ડાયટ પર ફોક્સ કર્યો અને પ્લાન્ટ બેસ્ડ વીગન ડાયટને ફૉલો કરે છે.