પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા, જાણો કોણ કેટલું ભણેલું?


By Sanket Parekh14, Apr 2023 03:03 PMgujaratijagran.com

પરિણીતિનું સ્કૂલિંગ

એક્ટ્રેસના એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડની વાત કરીએ તો, તેણીએ અંબાલાની સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે.

એક્ટ્રેસની ડિગ્રી

પરિણીતિ અભ્યાસ પૂરો કર્યા બાદ ઈંગ્લેન્ડ ચાલી ગઈ હતી. જ્યાં માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં ફાઈનાન્સ અને ઈકોનૉમિક્સમાં ઑનર્સની ડિગ્રી હાંસલ કરી છે.

રાઘવ ચઢ્ઢાનું સ્કૂલિંગ

AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના અભ્યાસની વાત કરીએ તો, તેમણે પોતાનું સ્કૂલનું શિક્ષણ નવી દિલ્હીમાં જ પતાવ્યું છે.

રાઘવ ચઢ્ઢા કૉલેજ

સ્કૂલના શિક્ષણ બાદ રાઘવ ચઢ્ઢાએ દિલ્હી યુનિવર્સિટીમાં B.Comમાં એડમિશન લીધુ અને ત્યાંથી જ જ ડિગ્રી મેળવી છે.

રાઘવનો CAનો અભ્યાસ

આ સાથે જ રાઘવ ચઢ્ઢાએ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટડ એકાઉન્ટ્સથી CAનો અભ્યાસ કર્યો છે. આ સિવાય AAP સાંસદ લંડન સ્કૂલ ઑફ ઈકોનૉમિકમાંથી પણ અભ્યાસ કરી ચૂક્યાં છે.

રાઘવ અને પરિણીતિની મુલાકાત

રાઘવ ચઢ્ઢા અને પરિણીતિની પ્રથમ મુલાકાત પંજાબમાં થઈ હતી.

પરિણીતિ અને રાઘવના લગ્ન

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં એન્ગેજમેન્ટ કરવા જઈ રહ્યાં છે. જે બાદ તેમના રિલેશન પર સત્તાવાર મહોર લાગી શકે છે.

સોનમ બાજવાની આ તસવીરોએ વધાર્યો ઈન્ટરનેટનો પારો