હાલના દિવસોમાં બાળકો ખૂબ જ આળસું બની રહ્યા છે, જેનું સૌથી મોટું કારણ મોબાઈલ ફોન છે. આ ઉપરાંત માતા-પિતાની પણ કેટલીક ભૂલો જવાબદાર છે.
બાળકોને કુમળી વયે જ આળસું બનાવી દેવા, તેમના ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ માતા-પિતાની કંઈ આદતો બાળકને આળસું બનાવે છે.
આજકાલના માતા-પિતા બાળકો પાસે કોઈ કામ કરાવવામાં માનતા જ નથી. જેના કારણે બાળક આળસું બની જાય છે અને આગળ જતાં તેમને કોઈ કામ કરવું નથી ગમતું.
જ્યારે માતા-પિતા બાળકથી કંટાળી જાય, ત્યારે તેના હાથમાં મોબાઈલ ફોન પકડાવી દેતા હોય છે. આ ફોનની આદત ધીમે-ધીમે તમારા બાળકને આળસું બનાવી દે છે.
ઘણી વખત આપણે જોઈએ છીએ કે, માતા-પિતા પોતાના બાળકોને આળસું કહીને સંબોધે છે. જેના કારણે તેમના મગજ પર વિપરિત અસર પડે છે. જેના પરિણામે તેઓ પોતાની જાતને જ આળસું સમજવા માંડે છે.
આજકાલ માતા-પિતા પોતાના બાળકોને નાની-નાની સમસ્યાનો પણ સામનો કરવા નથી દેતા અને તેમને મુશ્કેલીઓથી દૂર રાખે છે. બાળકોને નાની-નાની મુશ્કેલીઓ તેમની જાતે જ નિવેડો લાવવાનું શીખવવું જરૂરી છે.