શરીરમાં વિટામિન B12ની ઉણપ થવા પર પગમાં પણ કેટલાક લક્ષણો જોવા મળે છે, પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો તેને ઈગ્નોર કરી દેતા હોય છે. તો ચાલો આવા લક્ષણો વિશે વિગતવાર જાણીએ...
જો કોઈને પગમાં થાક લાગતો હોય અને સામાન્ય દુખાવો રહેતો હોય, તો તે પણ વિટામિન B12ની ઉણપના લક્ષણ હોઈ શકે છે, કારણ કે આ વિટામિન શરીરમાં એનર્જી વધારવાનું કામ કરે છે.
વિટામિન B12 શરીરમાં માઈલિનના ઉત્પાદનમાં અગત્યની ભૂમિકા ભજવે છે, જે એક ફેટી પદાર્થ છે અને નર્વની સુરક્ષા કરે છે. આથી વિટામિન B12ની ઉણપ થવા પર પગમાં કળતર અનુભવાય છે.
વિટામિન B12ની ઉણપ થવા પર પગનો રંગ બદલાઈ જાય છે. જેમાં પગની ચામડી પીળાશ પડતી થવા લાગે છે.
શરીરમાં વિટામિન B12ની ઉણપ થવા પર એડીની સ્કિન ફાટવા લાગે છે. વિટામિન B12ની ઉણપનો સંકેત એડીઓમાં પડેલા વાઢીયામાં સ્પષ્ટ જોઈ શકાય છે.
શરીરમાં વિટામિન B12ની ઉણપ થવા પર નર્વ ડેમેજ થઈ શકે છે. જેના પરિણામે પગનું સંતુલન જાળવી રાખવામાં સમસ્યા થઈ શકે છે અને વ્યક્તિનું પડવાનું જોખમ વધી જાય છે.
શરીરમાં વિટામિન B12 હાડકા મજબૂત બનાવે, લોહીની ઉણપ દૂર કરે, રેડ બ્લડ સેલ્સને બનાવવામાં મદદ કરે છે.