1 વાટકી ચોખાનો લોટ,1/2 ચમચી જીરું,1/2 ચમચી મરચું,1/2 ચમચી અજમો,મીઠુ સ્વાદ અનુસાર,કોથમીર,પાણી ત્રણ વાટકા,1 ચપટી ખાવાનો સોડા.
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેનમાં ત્રણ વાટકા પાણી ગરમ કરો.
હવે તેમાં જીરું,અજમા,મીઠુ,ખાવાનો સોડા ઉમેરી 2-3 મિનિટ માટે ઉકાળવા દો.
પાણી ઉકળી જઈ એટલે તેમાં ધીરે ધીરે ચોખાનો લોટ ઉમેરતા જાઓ અને ગાંઠ ના રહી જાય તે રીતે મિક્સ કરી લો.
બનાવેલા લોટના મિશ્રણને 3-4 મિનિટ માટે બફાવા દો.
એક પ્લેટમાં ખીચું કાઢી તેમાં શીંગ તેલ,કોથમરી અને મરચું પાવડર ગાર્નિશ કરો.
ખીચું તૈયાર છે, તમે તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જારણરણ વાંચતા રહો.