પપૈયું સ્વાસ્થ્યની સાથે ચહેરા માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે ઘરે જ વિવિધ પ્રકારના ફેસ પેક બનાવીને ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકો છો, આવો જાણીએ પપૈયામાંથી ફેસ પેક કેવી રીતે બનાવવો.
આ ફેસ પેક બનાવવા માટે પપૈયાના 3 થી 4 ટુકડાને સારી રીતે મેશ કરો, આ પછી તેમાં એક ચમચી એલોવેરા જેલ નાખો.
આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો.હવે ફેસ પેક 10-15 મિનિટ લગાવી રાખ્યા પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો.
સૌપ્રથમ એક બાઉલમાં પપૈયાના ત્રણ કે ચાર ક્યુબ્સ કાપીને મેશ કરો, તેમાં ટામેટાનો રસ સારી રીતે મિક્સ કરો.
તૈયાર કરેલી પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો,લગભગ 20 મિનિટ સુધી રાખ્યા પછી ચહેરો ધોઈ લો, તેનાથી ટેનિંગ ઘટશે.
આ માટે સૌપ્રથમ પપૈયાને મેશ કરી લો,હવે તેમાં મુલતાની માટી અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
આ પેકને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. 10-15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો, તેના ઉપયોગથી ત્વચામાં ચમક આવે છે.
ચહેરાને નિખારવા માટે પપૈયાને મેશ કરો અને તેમાં દૂધ નાખો, હવે આ પેસ્ટને ચહેરા પર 15 મનિનિટ સુધી લગાવી રાખો પછી ચહેરાને પાણીથી ધોઈ લો.
આ 4 ફેસ પેકથી ત્વચાને ચમકદાર બનાવી શકાય છે. સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.