પનીર પકોડા ઘરે બનાવવા માટે જાણી લો રેસીપી


By Jivan Kapuriya14, Aug 2023 05:14 PMgujaratijagran.com

જાણો

પનીર પકોડા ખૂબ જ ટેસ્ચી હોય છે, તેને તમે પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. તેમજ તમે પરિવાર સાથે ટેસ્ટી પકોડાનો અનંદ માણી શકો છો.

પનીર પકોડા રેસીપી

ટેસ્ટી પનીર પકોડા હંમેશા ચણાનાં લોટમાથી બનાવવામાં આવે છે,તો આ વખતે પકોડા બનાવવાની એકદમ નવી રેસીપી જાણો.

પનીર પકોડા બાનાવવાની સામગ્રી

પનીર 250 ગ્રામ, તેલ તળવા માટે, અજમો 1-4 ચમચી, મરચું 1-2 ચમચી,ગરમ મસાલો 1-2 ચમચી,ધાણા-જીરું પાવડર 1-2 ચમચી,આમચૂર્ણ 1-2 ચમચી,હળદર 1-4 ચમચી, ચાટ મસાલો 1-2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર.

બેટર બનાવવાની સામગ્રી

ચણાનો લોટ - 1 કપ,લાલ મરચું પાવડર 1-2 ચમચી,હળદર 1-4 ચમચી, હીંગ 1 ચપટી,કોથમીર 2 ચમચી બારીક સમારેલ,બેકિંગ સોડા - 1 ચપટી,મીઠું સ્વાદ અનુસાર.

પનીર પકોડા બનાવવાની રીત સ્ટેપ-1

એક બાઉલમાં બધા મસાલા સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-2

પનીરના નાના-નાના ટુકડા કરીને આ મસાલામાં મિક્સ કરો.

સ્ટેપ-3

બીજા બાઉલમાં ચણાનો લોટ નાખો અને બેટરની સામગ્રી નાખો પછી તેમાં પાણી મિક્સ કરીને ઘાટ્ટ દ્રાવણ બનાવી લો.

સ્ટેપ-4

કડાઈમાં તેલ નાખીને ગેસ પર મૂકો અને ગરમ થવા દો.

સ્ટેપ-5

મસાલો મિક્સ કરી પનીરના ટુકડાને બેટરમાં બોળીને ગરમ તેલમાં નાખો.

સ્ટેપ-6

પકોડાને લાંબા સમય સુધી તળો પરંતુ ખાસ ધ્યાન રાખો કે પકોડા બળી ન જાય.

સ્ટેપ-7

બાકીના પકોડા પણ આ રીતે લાંબા સમય સુધી તળી લો.

સ્ટેપ-8

જ્યારે પનીર ચારે તરફથી સારી રીતે પાકી જાય તો ગોલ્ડ બ્રાઉન થઈ જાય એટલે તેલ શોષી લે આવ પેપર પર કાઢી લો.

સ્ટેપ-9

ગરમાગરમ પનીર પકોડાને તમારી પસંદના ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

આ રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મસાલેદાર દાળ ફ્રાયનો સ્વાદ વધારવા માટે આ રીતે અજમાવો