મસાલેદાર દાળ ફ્રાયનો સ્વાદ વધારવા માટે આ રીતે અજમાવો


By Jivan Kapuriya14, Aug 2023 04:30 PMgujaratijagran.com

જાણો

તડકા દાળના સ્વાદમાં અનેકગણો વધારો કરે છે. આજે અમે તમને ટેમ્પરિંગની કેટલીક રીતો જણાવીશું જે તમારી ર્સીપીને સ્વાદિષ્ટ બનાવી શકે છે.

ઢાબા સ્ટાઈલ દાલ તડકા

ઢાબાની તડકા વાળી દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે, જાણો તેને બનાવવાની રીત.

સામગ્રી

1 ચમચી ધાણા પાવડર,1 ચમચીગરમ મસાલો,1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જીરું પાવડર, એક ચપટી હીંગ.

સ્ટેપ-1

દાળને ધોઈને પ્રેશર કુકરમાં નાખી તેમાં પાણી,હળદર અને મીઠું નાખીને પકાવી લો.

સ્ટેપ-2

પેનમાં દેશી ઘી નાખો અને ગરમ થાય એટલે ધાણા-જીરું પાવડર નાખો ત્યારબાદ ગરમ મસાલો અને મરચું પાવડર નાખો.

સ્ટેપ-3

તડકાને થોડો સમય પાકવા દો. પછી બાફેલી દાળમાં આ વઘારને મિક્સ કરો.

લસણ,ડુંગળી,ટમેટાનો તડકો

આ તડકામાં દાળ ખૂબ જ ઘાટી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે.

સામગ્રી

જીરું-અડધી ચમચી, 7 કળી લસણ બારીક સમારેલ, 1 ડુંગળી બારીક સમારેલ, 1 ટમેટું બારીક સમારેલ, 2 લીલા મરચાં બારીક સમારેલ.

સ્ટેપ-1

એક પેનમાં ઘી નાખીને દાળને સારી રીતે પકાવી લો.

સ્ટેપ-2

ગરમ ઘીમાં વઘારો અને તેમાં લસણ,ડુંગળી અને ટમેટા અને મરચા નાખીને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ-3

આ તડકાને દાળમાં નાખો અને ઢાંકીને બંધ કરી દો. 15-20 મિનિટ પછી ઢાંખણું ખોલીને દાળને ટેસ્ટ કરો.

મિક્સ દાળ તડકા

કેટલીક દાળને મિક્સ કરીને બનેલી દાળનો સ્વાદ ત્યારે ટેસ્ટી બને જ્યારે તેમાં વધાર સારો કરવામાં આવ્યો હોય. સીખી લો આ ત્કાનો વધાર કેવી રીતે કરવો.

સામગ્રી

ઘી -2 ચમચી,હીંગ - બે ચપટી,6 કળી લસણ- બારીક સમારેલ,1 ઇંચ- આદુ બારીક સમારેલ.

સ્ટેપ-1

મિક્સ દાળને એક વાસણમાં 1 કલાક પલાળીને રાખો. પછી તેને પાણીથી ધોઈને કૂકરમાં નાખો અને પકાવો.

સ્ટેપ-2

પેનમાં ઘી ગરમ કરો, તેમાં બારીક સમારેલ લસણ થોડી વાર પકાવો પછી બે ચપટી હીંગ,લાલ મરચું પાવડરનાખીને ગેસ બંધ કરી દો.

સ્ટેપ-3

આ તડકાને સીધો દાળમાં નાખીને ઢાંકણું બેધ કરી દો. આવી યમ્મી મિક્સ દાળ માત્ર હોયેલમાં જ મળશે.

જુલાઈ મહિનામાં વ્યાપાર ખાધ વધી 20.67 અબજ ડોલરને પાર