ભારતની વ્યાપાર ખાધ જુલાઈ મહિનામાં વધીને 20.67 અબજ ડોલર પહોંચી ગઈ છે. જ્યારે જુન મહિનામાં તે 20.13 અબજ ડોલર હતી. ગયા વર્ષના જુલાઈમાં વ્યાપાર ખાધ 25.7 અબજ ડોલર હતી.
જુલાઈ મહિનામાં આયાત ગયા વર્ષના 63.8 અબજ ડોલરથી 17 ટકા ઘટી 52.92 અબજ ડોલર થઈ. જુલાઈ 2022માં નિકાસ 38.34 અબજ ડોલરથી 16 ટકા ઘટી 32.25 અબજ ડોલર થઈ ગયેલી
જૂન મહિનામાં મર્ચેન્ડાઈઝ આયાત 53.10 અબજ ડોલરથી ઓછી રહી. જૂન 2022માં તે 63.77 અબજ ડોલર રહી હતી. જુલાઈમાં વેપારી જણસોની નિકાસ 32.25 અબજ ડોલર રહી, જે જૂનમાં 32.87 અબજ ડોલર હતી.
એપ્રિલ-જુલાઈ દરમિયાન નિકાસ 14.5 ટકા ઘટી 136.22 અબજ ડોલર રહી. આ અવધિમાં આયાત પણ 13.79 ટકા ઘટી 213.2 અબજ ડોલર રહી.