પનીર અને સોજીમાંથી બનેલા ઇન્સ્ટન્ટ પનીર ઢોસા ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. તેને કેવી રીતે બનાવવા, આવો જાણીએ તેની રેસીપી.
2 કપ ઝીણો રવો-સોજી,1-2 કપ દહીં,મીઠું સ્વાદ મુજબ,પાણી અને તેલ - જરૂર મુજબ,200 ગ્રામ પનીર,1 ડુંગળી-બારીક સમારેલ,4 લીલા મરચા સમારેલા,2 ચમચી કોથમીર સમારેલ, લાલ મરચું પાઉડર-1-2 ચમચી,1 ચમચી સરસવ,1 ચમચી આમચૂર્ણ પાઉડર,8 મીઢા મીમડાના પાન.
એક મોટા બાઉલમાં રવો,દહીં અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો.
તૈયાર દ્રાવણને ઓછામાં ઓછા અડધો કલાક માટે ઢાંકીને રાખો જેથી કરીને તે ફૂલી જાય.
ઢોસાના સ્ટફિંગ તૈયાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરો.
તેલમાં સરસવના દાણા, મીઠા લીમડાના પાન અને લાલ મરટા નાખો.
પછી ડુંગળી અને ટમેટા નાખીને ફ્રાય કરો અને તેમાં છીણેલું ચીઝ નાખીને મિક્સ કરો.
ગેસ પર નોન સ્ટીક તવોના ગરમ કરો અને તવા પર 1 ચમચી વડે ઢોસાનો દ્રાવણને ફેલાવો.
હવે 1 ચમચા વડે ઢોસાના બેટને રેડો અને તેને ઢોસાનો આકાર આપી સરખી રીતે ફેલાવો.
ઘી અથવા બટર લગાવીને બંને બાજુ ફેરવીને ઢોસાને તળી લો.
ઢોસાની એક બાજુએ પૂરણ રાખીને તેને બરાબર પાથરી દો. જેથી તે બંધ થઈ જાય.
લો તમારો ગરમાગરમ સ્વાદિષ્ટ પનીર ઢોસા તૈયાર છે.
પનીર ઢોસાને સાંભાર અથલા નાળિયેર ચટણી સાથે ખાવ. સ્વાદ ખૂબ જ સારો આવશે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.