બ્રેકફાસ્ટમાં આ રીતે બનાવો હેલ્દી પનીર પુડલા, જાણો રેસીપી


By Jivan Kapuriya10, Aug 2023 02:29 PMgujaratijagran.com

જાણો

જો તમે નાસ્તામાં કંઈક હેલ્દી અને ટેસ્ટી ખાવા ઈચ્છો છો તો પનીર બેસન પુડલા બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે. આવો જાણીએ તેને ઘરે બનાવવાની રીત-

સામગ્રી

ચણાનો લોટ- 1 કપ, કાળા મરી પાવડર -1/2 ચમચી,ડુંગળી -1 (ઝીણી સમારેલી),પનીર 1/2 કપ,ટામેટા -1 (સમારેલું),તેલ-જરૂર મુજબ,લીલા મરચાં- 1/2(સમારેલા), કોથમીર- 2 ચમચી(ઝીણી સમારેલી), સ્વાદ માટે મીઠું.

સ્ટેપ-1

સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ,ડુંગળી,ટામેટા,લીલા મરચા અને પનીરને છીણી લો અને મિક્સ કરો.

સ્ટેપ -2

ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું,કાળા મરી પાવડર,કોથમીર અને પાણી નાખીને પુડલાનું ખીરું તૈયાર કરો.

સ્ટેપ-3

હવે એક પેન ગરમ કરો અને તેમાં 1/2 ચમચી તેલ નાખો, જો તમે ઈચ્છો તો જીરું પણ નાખી શકો છો.

સ્ટેપ-4

પેન ગરમ થાય એટલે તેના પર પુડલાનું ખીરું નાખીને ચમચી વડે ગોળ આકારમાં ફેવાલી દો.

સ્ટેપ-5

પુડલાને ધીમાં તાપે સોનેરી અથવા ઓછા બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો. આ રેસીપી નાસ્તા માટે યોગ્ય છે.

સર્વ કરો

તમારા પનીર પુડલા તૈયાર છે. હવે તમે તેને લાલ અને લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

આ પુડલા રેસીપી તમે નાસ્તામાં સર્વ કરી શકો છો. તે હેલ્દી અને ટેસ્ટી પણ છે.

હવે આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં મસાલેદાર અથાણું પનીર ટિક્કા ઘરે જ બનાવો, જાણી લો રેસીપી