તમે શિયાળામાં પાલકની પુરી ટ્રાય કરી કે નહીં? નોંધી લો સરળ રેસીપી


By Vanraj Dabhi22, Jan 2024 03:59 PMgujaratijagran.com

પાલકની પુરી

પુરી મોટાભાગે કોઈપણ તહેવાર અથવા ખાસ પ્રસંગોએ બનાવવામાં આવતી હોય છે. તમે વિવિધ પ્રકારની પુરીઓ બનાવીને આ પ્રસંગોને વધુ ખાસ બનાવી શકો છો, તો આજે આપણે પાલકની પુરી બનાવીશું.

સામગ્રી

ઘઉંનો લોટ, પાલક, પુરી તળવા માટે તેલ, લીલા મરચાં, આદુ, સ્વાદ મુજબ મીઠું, જીરું, હિંગ.

પાલકની પેસ્ટ તૈયાર કરો

પાલકના પાન તોડીને સારી રીતે ધોઈ લો અને પછી પાલકના પાન આદુ અને લીલા મરચાને મિક્સરમાં નાખીને પીસીને પેસ્ટ તૈયાર કરો.

કઠણ લોટ બાંધો

હવે એક બાઉલમાં લોટ,પાલકની પેસ્ટ,મીઠું,જીરું,હિંગ અને તેલ ઉમેરીને આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને પછી લોટમાં થોડું-થોડું પાણી ઉમેરી પુરી માટે કડક લોટ બાંધો.

પુરી બનાવો

હવે હાથ પર થોડું તેલ લગાવીને લોટ કુણી લો અને તેમાંથી લીંબુ જેવડા બોલ બનાવીને પુરી વણી લો,

પુરીઓ તળી લો

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં પુરીઓને તળી લો

સર્વ કરો

ક્રિસ્પી પાલક પુરી તૈયાર છે તમે તેને ચટણી, અથાણું, રાયતા અથવા તમારા મનપસંદ શાક સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઈડ વેજ બ્રેડ રોલ રેસીપી