હોમ મેઈડ વેજ બ્રેડ રોલ રેસીપી


By Vanraj Dabhi22, Jan 2024 11:53 AMgujaratijagran.com

રેસીપી

આ રેસીપીને તમે બ્રેકફાસ્ટ કે સાંજના નાસ્તા તરિકે ફટાફટ બનાવી શકો છો અને તે ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.

સામગ્રી

બ્રેડ,બાફેલા બટાકા,કોથમીર,ડુંગળી,લીલા મરચા,તેલ જરૂર મુજબ,લાલ મરચું પાવડર,ગરમ મસાલા પાવડર,ધાણા જીરું પાવડર,આમચુર પાવડર,લીંબુનો રસ,સ્વાદ પ્રમાણે મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ બટાકાને મીઠા વાળા પાણીમાં પ્રેશર કૂકરમાં મધ્યમ આંચ પર 3-4 સીટી વાગે ત્યાં સુધી બાફીને બટાકાની છાલ કાઢીને એક મોટા બાઉલમાં મેશ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં સમારેલી ડુંગળી,કોથમીર,લીલું મરચું,લાલ મરચું પાવડર,જીરું-ધાણા પાવડર,આમચુર પાવડર,લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 3

હવે બ્રેડ લો અને દરેક સ્લાઈસને છરી વડે બંને બાજુઓને કાપી લો અને એક બાઉલમાં પાણી લો અને તેમાં એક સ્લાઈસ ડુબાડીને ઝડપથી કાઢી લો.

સ્ટેપ- 4

હવે તમારા હાથ વડે બ્રેડ લો અને પાણીથી થોડી ભીની કરીને સ્ટફિંગ મિશ્રણ હળવા હાથે દબાવીને બ્રેડની સ્લાઈસને રોલ કરી લો.

સ્ટેપ- 5

હવે નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને બને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે બ્રેડ રોલ તમે તેને સોસ સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં મગફળીનો હલવો ટ્રાય કર્યો કે નહીં? નોંધી લો આ સરળ રેસીપી