શિયાળામાં મગફળીનો હલવો ટ્રાય કર્યો કે નહીં? નોંધી લો આ સરળ રેસીપી


By Vanraj Dabhi22, Jan 2024 10:30 AMgujaratijagran.com

સ્વાદિષ્ટ મીઠાઈ બનાવો

શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્તુ ખાવાનું પસંદ કરતા હોય છે, પરતું જો તમને કઈક અલગ ખાવાનું મન થાય તો આ રેસીપી તમે સરળતાથી ઘરે અજમાવી શકો છો.

સામગ્રી

200 ગ્રામ મગફળી, 200 ગ્રામ ગોળ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ પાણી ગરમ કરી તેમાં મગફળી નાખીને બાફીને તેમાંથી દાણા કાઢી લો.

સ્ટેપ- 2

હવે તે દાણાને મિક્સર જારમાં નાખીને ગ્રાઈન્ડ કરીને એક બાઉલમાં પેસ્ટ કાઢી લો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં મગફળીની પેસ્ટ અને ગોળ ઉમેરીને સારી રીતે મિક્સ કરીને પકાવો.

સ્ટેપ- 4

જ્યાં સુધી મગફળી અને ગોળની એકદમ રબડી ન બને ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 5

હવે મિશ્રણને એક થાળીમાં કાઢીને ફેલાવી દો અને થોડું ઠંડુ થાય પછી ચપ્પુની મદદથી ચોસલા પાડી લો.

સર્વ કરો

તૈયાર છે મગફળીનો હલવો, તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

શિયાળામાં મગફળીનો હલવો એકવાર જરૂર ટ્રાય કરો, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લસણીયા રોટલા બનાવવાની રીત