લસણીયા રોટલા બનાવવાની રીત


By Vanraj Dabhi21, Jan 2024 05:27 PMgujaratijagran.com

લસણીયા રોટલાની રેસીપી

શિયાળામાં દરેક લોકોને ગરમ વાનગીઓ ખાવાનું મન થાય છે, તેથી તમે ઘરે આ રેસીપી સરળતાથી બનાવી શકો છો.

સામગ્રી

બાજરા કે મકાઈનો લોટ,પાણી,આદુ-લસણ,લસણની ચટણી,ધાણા જીરું,હળદર, મરચાં પાઉડર,સૂકી મેથીના દાણા.

સ્ટેપ- 1

સૌ પ્રથમ આદુ-લસણ અને લીલા લસણને સમારીને ખાંડણીમાં લસણની ચટણી બનાવો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં મકાઈનો લોટ લો અને તેમાં લસણની ચટણી અને જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધો.

સ્ટેપ- 3

લોટ સારી રીતે મસળીને લોટનો બોલ બનાવીને હાથ વડે રોટલાને ટીપીને ગોળ બનાવો.

સ્ટેપ- 4

ચૂલા કે ગેસ પર માટીની તાવડી ગરમ કરીને તેમાં રોટલો મૂકીને બંને સાઈડ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે લસણીયા રોટલા તમે તેને ગરમા-ગરમ સર્વ કરીને આનંદ માણો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બચેલા ભાતમાંથી માત્ર 5 મિનિટમાં બનાવો ટેસ્ટી કટલેટ