પાલક-બટાકાના ક્રિસ્પી ભજીયા બનાવવાની રીત


By Vanraj Dabhi29, Feb 2024 05:40 PMgujaratijagran.com

પાલક બટાકાના ભજીયા

ભજીયાની ઘણી વેરાયટી તમે ટ્રાય કરી હશે પરંતુ શું તમે ક્યારેય પાલક-બટાકાના ભજીયા ખાધા છે, ચાલો આજે આપણે પાલક-બટાકાના ભજીયાની નવી રીત વિશે જાણીશું.

ભજીયા માટેની સામગ્રી

પાલકના પાન,બટાકા,ચોખાનો લોટ,ચણાનો લોટ,લીલા મરચા,આદુ,કોથમીર,મીઠું,મરચું પાવડર,નાળિયેરનું કોપરું,તલ,હળદર પાવડર,હિંગ,લીંબુનો રસ.

ચટણી માટેની સામગ્રી

ટામેટા,લસણની કળી,સૂકા લાલ મરચા,આમલીના 2-3 નાના ટુકડા,મીઠું,ગોળ,તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ બટાકા અને પાલક ધોઈને સાફ કરી બટાકાને ખમણી લો અને પાલકને ઝીણું સમારી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં પાલક-બટાકાનું ખમણ,આદુ-લસણની પેસ્ટ,મરચાના ટુકડા,કોથમરી,મીઠું,હળદર,હિંગ,મરચું પાવડર,અજમો,ધાણાજીરું,નારિયેળનું કોપરું,તલ,લીંબુનો રસ નાખો.

સ્ટેપ- 3

હવે તેમાં ચોખાનો લોટ,ચણાનો લોટ ઉમેરીને પાલક-બટાકાનું ખમણ લોટથી કોટ થાય તે રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને બેટરમાંથી નાના નાના ભજીયા બનાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સ્ટેપ- 5

ચટણી બનાવવા માટે એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં લસણની કળી સાંતળી તેમાં ટમેટા,મીઠું,આખા લાલ સૂકા મરચા નાખીને થોડીવાર પકાવી લો.

સ્ટેપ- 6

હવે તેમાં આમલીના ટુકડા,એક ટુકડો ગોળ ઉમેરીને મિક્સ કરી લો અને થોડી વાર માટે ઠંડુ થવા રાખો.

સ્ટેપ- 7

હવે આ મિશ્રણને એક મિક્સર જારમાં નાખો અને કોથમરી ઉમેરીને પીસી લો.

સર્વ કરો

તૈયાર છે પાલક બટાકાની ક્રિસ્પી ભજીયા અને ચટપટી ચટણી, તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ગરોળી માથે પડવાના વિવિધ સંકેતો વિશે ખબર છે? જાણી લો