હિન્દુ ધર્મમાં પાનના પત્તાને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. દરેક ધાર્મિક કાર્યોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં પાન સાથે જોડાયેલા કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી વ્યક્તિને ખૂબ જ લાભ થાય છે.
પાનના પત્તાને કાગળમાં લપેટીને પોતાની પાસે રાખવા જોઇએ. આમ કરવાથી ધન લાભ થાય છે.
લાંબા સમય સુધી અધૂરું કાર્ય પૂરું કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીને પાનનું અર્પણ કરવું જોઇએ.
વ્યાપારમાં પ્રગતિ માટે બુધવારના દિવસે પાનના પત્તાનું દાન કરવું જોઇએ, આમ કરવાથી વ્યાપાર ક્ષેત્રમાં આવતી અડચણો દૂર થશે.
આર્થિ તંગી દૂર કરવા માટે લાલ કપડામાં ત્રણ પાનના પત્તામાં એક સોપારી લપેટીને તેમાં એક ચપટી હળદર અને ચોખા મિક્સ કરીલો. આ સામગ્રીને તિજોરીમાં મૂકી દો.
કોઇ વ્યક્તિ જો કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યની શરૂઆત કરવા જઇ રહ્યું છે અથવા તો કોઇ નવા કાર્યની શરૂઆત કરવા માગે છે, તો તેણે પોતાના ખિસ્સામાં પાનનું પત્તું જરૂર રાખવું જોઇએ.
મંગળવાર અથવા શનિવારના દિવસે 11 પાનના પત્તા પર ચંદનથી શ્રી રામ લખો અને માળા બનાવો. આ માળાને હનુમાનજીને ચઢાવો. આમ કરવાથી વ્યક્તિ રોગમુક્ત થાય છે.