હિન્દુ ધર્મમાં વડીલોના પગે લાગવાની પ્રથા પ્રથા કેમ હોય છે?
By Sanket M Parekh2023-04-29, 16:23 ISTgujaratijagran.com
બાળકોને શીખવવામાં આવે છે આદત
નમીને વડીલોના પગ સ્પર્શ કરવાને ચરણસ્પર્શનું નામ આપવામાં આવ્યું છે. આ આદત બાળકોને નાનપણથી શિખવવામાં આવે છે, જેથી તેમને લાભ મળતો રહે.
વડીલોના પગ કેમ સ્પર્શવા?
હિન્દુ ધર્મમાં વડીલોના પગ સ્પર્શવાની પરંપરા વેદિક કાળથી ચાલતી આવે છે. વડીલોના પગ સ્પર્શવા સમ્માન વ્યક્ત કરવાની એક રીત છે. જેનાથી બાળકોના સંસ્કારનો પણ ખ્યાલ આવે છે.
પગ સ્પર્શવાના ફાયદા
જ્યારે આપણે વડીલોના ચરણ સ્પર્શ કરીએ, તો તેમનો આશીર્વાદ મળે છે અને તેમના પ્રત્યે સમ્માન બની રહે છે. જો સ્વાસ્થ્યની વાત કરીએ તો, તે એક વ્યાયામ જેવું છું.
પગ સ્પર્શવાની યોગ્ય રીત
પગ સ્પર્શ કરવા માટે આખા નમીને વડીલના પગના અંગુઠાને સ્પર્શ કરવા જોઈએ. જેથી આ વ્યાયામનો પૂર્ણ લાભ મળી શકે છે.
ઉર્જાનો પ્રવાહ
વિજ્ઞાનની દ્રષ્ટિએ ઉર્જાનો પ્રવાહ શરીરમાં ઉપરથી નીચે તરફ હોય છે. પગ સ્પર્શવાથી તેની સકારાત્મક ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે છે, જેનો પુરો લાભ મળે છે.
નમીને પગ સ્પર્શવા કેમ જરૂરી?
શરીરમાં શક્તિનો નકારાત્મક અને સકારાત્મક પ્રવાહ હોય છે. શરીરના અડધા ભાગમાં નેગેટિવ કરંટ હોય છે, જ્યારે અડધા ભાગમાં પોઝિટિવ કરંટનો સંચાર કરે છે.
ચરણ સ્પર્શની ત્રણ રીત
પહેલા આગળ નમીને પગને સ્પર્શ કરવો, બીજા પોતે ઘૂંટણ પર બેસીને પછી ચરણ સ્પર્શ કરવા અને ત્રીજામાં પેટના જોરે સૂઈને, જેને સાષ્ટાંગ પ્રણામ કહે છે.
આ છે દુનિયાનું સૌથી મોંઘુ પાણી, કિંમત સાંભળી થશે ભારે આશ્ચર્ય